શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શ્રીમતી એસ.સી. સાળવી અને શ્રીમતી એમ. એસ સાળવી પ્રાથમિક શાળા ના પ્રાઈમરી સેક્સન ના આચાર્ય તરીકે ની સેવા આપતા અત્યંત આનંદ થયો. આ શાળા એ શિક્ષણ ની ગુણવતા સાથે બાળકો ના સર્વાંગી વિકાસ અને સંસ્કારોનું સિંચન કર્યું છે.જેને પરિણામે શાળા એ પોતાની આગવી પ્રતિભા પ્રસ્થાપિત કરેલ છે. આ માટે હું મારા સ્ટાફ મિત્રો ને આભાર સાથે અભિનંદન પાઠવું છું.
સમાજને સારું શિક્ષણ મળે તે માટે શાળાને આપેલી અત્યાધુનિક ભૌતિક સુવિધાઓ બદલ હું સંચાલક મંડળ નો આભાર માનું છું.
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ ના પ્રમુખ શ્રી અને ટ્રસ્ટીઓ ના અથાગ પ્રયત્નોથી આ નાનકડું શૈક્ષણિક સંકુલ વિશાળ વટ વૃક્ષ માં પરિણમ્યું છે. તે બદલ હું આનંદ ની લાગણી અનુભવું છું અને આ સાથે સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે હું શુભેચ્છાઓ પાઠવું છું.
Copyright © Swastik Shaikshnik Sankul, Palanpur. All rights reserved.| Designed & Developed By : Swastik Team & pCube Software Solution